News of Friday, 2nd May 2025
દિલ્હીમાં મેગા સફાઈ અભિયાનનો પ્રારંભ : રાજધાની દિલ્હીમાં આજે મેગા સફાઈ અભિયાનનો પ્રારંભ થયો છે. આ અભિયાનનો ઉદ્દેશ શહેરને સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ બનાવવાનો છે. દિલ્હી સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હજારો નાગરિકો, સ્વયંસેવકો અને સરકારી અધિકારીઓ ભાગ લેશે. આ અભિયાન હેઠળ શહેરના મુખ્ય વિસ્તારો, બજારો, રસ્તાઓ અને જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવશે. : આ અભિયાન સ્વચ્છ ભારત મિશનનો એક ભાગ છે, જેની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ મિશનની પ્રશંસા કરી છે, જેના દ્વારા દર વર્ષે લાખો લોકોના જીવન બચાવવામાં મદદ મળી છે. દિલ્હીના આ અભિયાનમાં પ્લાસ્ટિક કચરાનું વર્ગીકરણ અને રિસાયક્લિંગ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
