News of Saturday, 3rd May 2025
આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. રાત્રે આશરે 3.35 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી લગભગ 27 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે. અચાનક ધરતી ધ્રૂજતા લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને તેમનામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, આંચકાની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી. તેમ છતાં, વહેલી સવારે અનુભવાયેલા આંચકાને કારણે લોકોમાં થોડી ચિંતા જોવા મળી રહી છે.

(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
