News of Saturday, 3rd May 2025
સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે આનંદના સમાચાર આવ્યા છે, કારણ કે ભેંસ અને ગાયના દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ રૂપિયા 20 નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા સાથે, ભેંસના દૂધનો ભાવ જે અગાઉ પ્રતિ કિલો ફેટ 850 રૂપિયા હતો તે હવે વધીને 870 રૂપિયા થયો છે, જ્યારે ગાયના દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટ 810 રૂપિયાથી વધીને 830 રૂપિયા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી બંને જિલ્લાના પશુપાલકોને તેમની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.

(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
