<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

ચીનના રેસ્ટોરન્ટમાં લાગેલ આગમાં ૨૨ જીવતા સળગી મર્યા : ચીનના લીયા સોપાંગ શહેરમાં ઍક રેસ્ટોરન્ટમાં લાગેલી ભયંકર આગની ઘટનામાં ૨૨ લોકોના જીવતા સળગી જતા મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટના ચીનના ઉત્તર-પૂર્વીય ઝિલિન પપ્રાંતમાં બની હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક અધિકારીઓઍ જણાવ્યું કે આગ રેસ્ટોરન્ટના રસોડામાંથી શરૂ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જે ઝડપથી આખી ઇમારતમાં ફેલાઈ ગઈ. આગની લપેટો ઍટલી તીવ્ર હતી કે રેસ્ટોરન્ટમાં હાજર ગ્રાહકો અને કર્મચારીઓને બહાર નીકળવાનો સમય પણ મળ્યો નહીં.

(12:34 PM IST)