News of Wednesday, 7th May 2025
વોશિંગ્ટનમાં ભારતીય ટેક સીઈઓઍ પત્ની અને પુત્રની હત્યા બાદ જીવ આપી દીધોઃ હૈયું હચમચાવતી ઘટના :અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના સિયાટલમાં ઍક ભારતીય મૂળના ટેક કંપનીના સીઈઓઍ તેમની પત્ની અને પુત્રની ગોળી મારી હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રસિદ્ધ થયેલા અહેવાલો અનુસાર, આ ઘટના મૈસૂરના ઍક ઉદ્યોગપતિ હર્ષ કિક્કેરી સાથે સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે, જેમણે આ દુઃખદ કૃત્ય આચર્યું હતું. આ ઘટના ૨૯ ઍપ્રિલના રોજ બની હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના હત્યા-આત્મહત્યા તરીકે નોંધાઈ છે. પોલીસે ઘટનાસ્થળે તપાસ શરૂ કરી છે, પરંતુ આ કૃત્ય પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પ્રારંભિક તપાસમાં આર્થિક તાણ, કૌટુંબિક વિવાદ અથવા માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ જેવા પરિબળોની શક્યતા તપાસવામાં આવી રહી છે. આ ઘટનાઍ ભારતીય સમુદાય અને ટેક ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાવી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે, અને આ ઘટના અંગે સત્તાવાર નિવેદન ટૂંક સમયમાં જારી થવાની અપેક્ષા છે.

(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
