<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

ભુપેન્‍દ્રભાઇએ સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર પહોંચી સરહદી જીલ્લાઓની સ્‍થિતિ જાણી ગાંધીનગરઃ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે ગઇકાલે શુક્રવારે રાત્રે ગાંધીનગરમાં સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર પહોંચીને રાજયના સરહદી વિસ્‍તારના જિલ્લાઓની પ્રવર્તમાન સ્‍થિતિની માહિતી મેળવી હતી. આ તકે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી અને મુખ્‍યસચિવ પંકજ જોષી સહિત મુખ્‍યમંત્રીના અધિક મુખ્‍યસચિવ એમ કે દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્‍ય સચિવ ડો. જયંતિ રવિ અને વરિષ્‍ઠ સચિવો ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:28 PM IST)