<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવાશે : રાજ્યની ૨૦ હજાર કરતાં વધુ આરોગ્યની ટીમો દ્વારા જૂન માસમાં ૧.૪૮ કરોડ કરતાં વધુ ઘરોની તપાસ : અંદાજે ૧.૭૫ લાખ ઘરોમાં મચ્છરના પોરા ૫.૧૧ કરોડ કરતાં વધુ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ : રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિર્મૂલન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી : ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની કોઈ ખાસ દવા ઉપલબ્ધ ન હોવાથી ડૉક્ટરના માર્ગદર્શન વગર દવાઓ ન લેવા અનુરોધ : ડેન્ગ્યુ ફેલાવતો એડીસ ઇજિપ્તી મચ્છર માત્ર દિવસે જ કરડે 3:50 PM IST

 ૫૬.૪૩ લાખનો દારૂ ભરેલો ટ્રક ક્રાઇમ બ્રાંચે પકડયો : જુઓ વિડિયો : કુવાડવા નજીક વોટર પાર્કની સામેના રોડ પર કાર્યવાહીઃ વેસ્‍ટેજ ટાયરના જથ્‍થા નીચે છુપાવ્‍યા હતાં ૧૮૦ એમએલના ૧૮૨૮૮ ‘ચપલા': હાલ રાજકોટ ઘંટેશ્વર પાસે રહેતાં યુપી જોનપુરનો વિશાલસિંગ રાજપૂત અને મુળ બિહારનો રંગીલ રાય મહારાષ્‍ટ્ર-ગુજરાત બોર્ડર પરથી ટ્રક લાવ્‍યા હતાં: મોકલનારા આલોકની શોધખોળઃ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ અને પીએસઆઇ વી. ડી. ડોડીયાની ટીમની કાર્યવાહીઃ એએસઆઇ અમિત અગ્રાવત, હેડકોન્‍સ. રાજેશ જળુ, દિપક ચોૈહાણ, કોન્‍સ. વિશાલ દવેની બાતમી3:00 PM IST

અનેક સંઘર્ષો વચ્‍ચે પણ પૂ.દાદાએ પોતાના અસ્‍તિત્‍વને ઉજાગર કર્યુઃ માંધાતાસિંહજી : મનોહરસિંહજી જાડેજા પાસેથી હું જાહેર જીવનના પાઠ શીખ્‍યો છું: રાજેન્‍દ્રસિંહ રાણા * મનોહરસિંહજી દાદાએ સક્રિય રાજકારણમાં પણ કયારેય કોઇની સાથે રાજકારણ રમવાનું પસંદ નહોતું કર્યુઃ રામભાઈ મોકરિયા * શબ્‍દબ્રહ્મનાં સાધક પૂજ્‍ય દાદાએ સદૈવ સ્‍વનિર્મિત નિરાળાં પથ પર ચાલવાનું સાહસ કર્યુઃ કલાધર આર્ય : જાહેર જીવનનાં મુઠ્ઠીઊંચેરા માનવી મનોહરસિંહજી જાડેજાની સાર્ધ પ્રતિમાનું અનાવરણ થયું : અષાઢી બીજના પાવન દિવસે શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય પરિસરમાં રાજકોટના નેકનામદાર ઠાકોર સાહેબ, જાહેર જીવનના મોભી અને ગુજરાત રાજ્‍યના પૂર્વ મંત્રી મનોહરસિંહજી જાડેજાની સાર્ધ પ્રતિમાનું અનાવરણઃ વિશાળ જનમેદનીની ઉપસ્‍થિતિમાં રાજમાતા સાહેબ માનકુમારી દેવીજી તથા રાજકુમારી સાહેબ પ્રેમીલા કુંવરબાના કરકમલોથી સંપન્ન થયું 2:58 PM IST