<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

જામનગરમાં ઍરવોરની શકયતા : સાયરન વગાડીને લોકોને ચેતવણી (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગરમાં આજે બપોરે ર.૩૦ વાગ્‍યા બાદ સાયરન વાગતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. આ અંગે ફાયર બ્રિગેડના શ્રી બિશ્‍નોઇ એ જણાવ્‍યું હતું કે એરફોર્સમાંથી અમને સૂચના આવી છે કે એરવોર થવાની સંભાવના છે. જેથી નાગરિકો સાવધાન રહે તે માટે એરવોરની ચેતવણી માટે સાયરન વગાડવામાં આવ્‍યું છે. જેથી લોકોને સલામત સ્‍થળે રહેવા ચેતવણી આપવામાં આવી છે. હુમલા થવાની સંભાવનાને પગલે લોકોને ઘરમાં જ રહેવા કલેકટર કેતન ઠક્કરે તાકીદ કરી : જામનગર શહેર - જિલ્લામાં આપતિકાલીન સ્‍થિતિની જાહેરાત : વેપાર - ધંધા બંધ રાખી સહુ સુરક્ષિત રહે : તમામ તકેદારીના પગલાં લેવાયા : એરફોર્સ સ્‍ટેશન જામનગર તરફથી મળેલ ચેતવણી

(4:01 PM IST)