News of Thursday, 22nd May 2025
ફાઈઝર અને મોર્ડના કોવિડ-૧૯ રસીઓના લેબલ પર હૃદયની બળતરાની ચેતવણી ઉમેરવાનો યુએસએફડીએનો આદેશ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) એ ફાઈઝર અને મોર્ડના કંપનીઓને તેમની કોવિડ-૧૯ એમઆરએનએ રસીઓના લેબલ પર નવી ચેતવણી ઉમેરવાનો આદેશ આપ્યો હોવાનું ન્યૂઝફર્સ્ટ જણાવે છે. આ ચેતવણી ખાસ કરીને કિશોરો અને યુવાનોમા હૃદયની બળતરા (માયોકાર્ડિટીસ અને પેરીકાર્ડિટીસ)ના જોખમને લગતી છે. સીડીસી (સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન) ના ડેટા અનુસાર, આવા કેસ ખાસ કરીને ૧૬-૧૭ વર્ષના પુરુષોમાં બીજા ડોઝ પછી ૧૦,૦૦,૦૦૦ ડોઝ દીઠ ૧૦૫.૯ કેસ અને ૧૨-૧૫ વર્ષના પુરુષોમાં ૭૦.૭ કેસ નોંધાયા છે. આ બળતરા રેર હોવા છતાં, યુએસએફડીએએ રસીના લાભો આ જોખમ કરતાં વધુ હોવાનું જણાવ્યું છે. આ નિર્ણય પારદર્શિતા અને જાહેર સલામતીને પ્રોત્સાહન આપવા માટે લેવાયો છે.

(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
