<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

સાંજના સુમારે રાજકોટ-મોરબી રોડ પર ટંકારા નજીક આવેલી હોનેસ્ટ હોટલમાં રૂમ રાખવા જેવી સામાન્ય બાબતે મોટો ઝઘડો થયો હોવાની ઘટના સામે આવી છે. માહિતી મળતા જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આધારભૂત સૂત્રો ના જણાવ્યા મુજબ, હોટલના મેનેજરે રૂમ આપવા બાબતે આનાકાની કર્યા બાદ મામલો બિચક્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, આ બબાલમાં સંડોવાયેલા યુવાનો ટંકારાના હોવાનું જાણવા મળ્યું છે. (જયેશ ભટાસણા, ટંકારા) :જુઓ વિડીયો

(7:16 PM IST)