<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આક્રમક વલણ અપનાવતા 'મેક ઇન ઇન્ડિયા' નીતિ પર આકરો પ્રહાર કર્યો છે. ન્યૂઝફર્સ્ટ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રમ્પે Apple કંપનીને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, "મેં Apple ના ટિમ કુકને લાંબા સમય પહેલા જણાવી દીધું છે કે હું અપેક્ષા રાખું છું કે યુએસએમાં વેચાતા તેમના આઇફોન યુનાઇટેડ સ્ટેટ્સમાં જ બનશે, ભારતમાં નહીં." ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે, "જો તેમ નહીં થાય, તો Apple દ્વારા યુએસ સરકારને ઓછામાં ઓછો ૨૫% ટેરિફ ચૂકવવો પડશે. આ બાબત પર તમારા ધ્યાન બદલ આભાર."

(5:43 PM IST)