<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

જામનગરમાં કોરોનાવાયરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ સાથે જામનગરમાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૧૭ પર પહોંચી ગયો છે. આજે સવારે જ એક દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો, અને ત્યાર બાદ બપોર સુધીમાં વધુ ચાર નવા કેસ સામે આવતા, આજે કુલ પાંચ કેસ નોંધાયા હતા.

(9:46 PM IST)