<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની જીતની ઉજવણી દરમિયાન સર્જાયેલી કરુણ ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. વધુમાં, તેમણે જણાવ્યું કે આ ઘટનામાં ઘાયલ થયેલા 33 લોકોને મફત તબીબી સારવાર પૂરી પાડવામાં આવશે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરી હતી.

(9:02 PM IST)