News of Sunday, 8th June 2025
* ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં વિસાવદરની પેટાચૂંટણી માટે સુરતમાં સ્નેહમિલન યોજાયું. * મહેસાણા શહેરમાંથી ૨ અને કડી શહેરમાંથી ૧ પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. * અમદાવાદ: ઠક્કરનગર પાસે એક પેડલ રિક્ષામાં ગૌ-માંસ હોવાની શંકા રાખીને ટોળાએ હંગામો મચાવ્યો. * પાટણ: સાંસદ ગેનીબેન ઠાકોરે મંદિરોને બદલે શિક્ષણ સંસ્થાઓ (સરસ્વતીના મંદિરો) ઊભા કરવા સમાજને અપીલ કરી. * કુતિયાણાના ગાંધી રોડ પર એક હડકાયા શ્વાને ૧૨ લોકોને બચકા ભરતાં ભય ફેલાયો. * સાબરકાંઠામાં કોરોનાના ૫ નવા કેસ નોંધાયા, જેમાં સિવિલ હોસ્પિટલના ૩ તબીબોનો સમાવેશ. ૩ દિવસમાં કુલ ૭ કેસ થયા. * અમદાવાદ: ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીકની અધ્યક્ષતામાં કડી અને વિસાવદર પેટાચૂંટણી અંગે, કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરાઈ.

(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
