News of Thursday, 12th June 2025
ચોપાટી ઉપર પક્ષીઓને ચણઃ રાજકોટઃ પોરબંદરની ચોપાટી ઉપર મોટી સંખ્યામાં કબુતરો આવતા હોય તેમને નિયમિત લગભગ ૭૦ કિલો જેટલી જુવાર અને દાળીયા નાખવામાં આવે છે તો અહીં ટહેલતા બગલાઓ તો ગાંઠીયાના શોખીન છે અને તેઓ પણ રોજ ૩૦ કિલો જેટલા ગાઠીયા ઝાપટી જાય છે. પોરબંદર શહેરમાં સવાર પડતાની સાથે લોકો ચોપાટી પર વોકિંગ કરવા નીકળી જાય છે. વોકિંગમાં નીકળતા લોકો પક્ષીઓને ચણ નાખવાનું નથી ચૂકતા અને પક્ષીઓ પણ લોકોના મિત્ર બની ગયા હોય તેમ પક્ષીઓની વચ્ચે જઈને ચણ નાખે તો પણ પક્ષીઓ કોઈપણ જાતના ડર વગર ચણતા જોવા મળે છે. (અકિલાના શ્રોતા અતુલ એન. ચોટાઈ દ્વારા)

(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
