<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

હળવદ પંથકમાં આજે ભારે વરસાદ વરસતાં અનેક વોકળાઓ બે કાંઠે વહેતા થયા હતા. આ દરમિયાન, રેલવેના આઈઓડબલ્યુ (In-charge of Works) વિભાગના ચાર કર્મચારીઓ તેમની અર્ટીગા કારમાં જૂના દેવળિયાથી પ્રતાપગઢ તરફ આવી રહ્યા હતા. અચાનક વોકળાના ધસમસતા પ્રવાહમાં તેમની કાર તણાઈ ગઈ હતી. સદ્દનસીબે, કારમાં સવાર ચારેય કર્મચારીઓ તરીને સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. જોકે, તેમની કાર હજુ પણ વોકળાના પાણીમાં ઝાડી-ઝાખરા નીચે ડૂબેલી હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. (જયેશ ભટાસણા, ટંકારા)

(9:07 PM IST)