<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્‍ચે ઓપરેશન સિંધુ હેઠળ ૨૦૦૩ ભારતીયોની સ્‍વદેશ વાપસી ઈરાન અને ઈઝરાયેલ વચ્‍ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્‍ચે ભારત સરકારે ‘ઓપરેશન સિંધુ' શરૂ કરીને ઈરાનમાં ફસાયેલા ૨૦૦૩ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે નવી દિલ્‍હી પાછા લાવ્‍યા છે. આ ઓપરેશનમાં ત્રણ અલગ-અલગ ફ્‌લાઇટ્‍સનો ઉપયોગ કરવામાં આવ્‍યો. વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસની ઝડપી કાર્યવાહીને કારણે આ નાગરિકોને યુદ્ધગ્રસ્‍ત વિસ્‍તારમાંથી બચાવી શકાયા. વાપસ આવેલા નાગરિકોએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને સરકારનો આભાર માન્‍યો છે. આ યુદ્ધને કારણે ભારતના બાસમતી ચોખાની નિકાસ પર પણ અસર થઈ છે, જેના કારણે કચ્‍છના કંડલા અને મુન્‍દ્રા બંદરો પર ૧ લાખ ટન ચોખા અટક્‍યા છે.

(2:57 PM IST)