News of Tuesday, 24th June 2025
પ્લેન ક્રેશના મૃતકો-ઇજાગ્રસ્તોનાં પરિજનોને સહાય આપવાનું શરૂ : હોટલ તાજ ખાતે હેલ્પ ડેસ્ક અમદાવાદમાં બનેલા ભયાનક પ્લેન ક્રેશના મૃતકો અને ઇજાગ્રસ્તોના પરિવારોને આર્થિક સહાય આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે. હોટલ તાજના ત્રીજા માળે ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે, જયાં પરિવારજનોએ મૃત્યુ પ્રમાણપત્ર સહિતના જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. અત્યાર સુધીમાં ત્રણ પરિવારોને સહાય ચૂકવવામાં આવી છે. આ દુર્ઘટનામાં વડોદરાના બે મહિલાઓ અને એક યુવકનું મૃત્યુ થયું હતું, જેમાંથી યુવકના લગ્ન બે દિવસ પહેલાં જ થયા હતા. ૨૫૧ ડીએનએ સેમ્પલની ઓળખ થઈ છે, અને ૨૪૫ પાર્થિવ દેહ પરિવારોને સોંપાયા છે. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને ઝડપથી રાહત પૂરી પાડવાના પ્રયાસો ચાલુ છે.

(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
