તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Tuesday, 24th June 2025
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના વતની અને હાલ ગાંધીનગર CBI માં ફરજ બજાવતા સહદેવસિંહ રેવુભા ઝાલાના સુપુત્ર યશરાજસિંહ ઝાલાએ સૌરાષ્ટ્ર અને સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે. યશરાજસિંહ, જેઓ NFSU (નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી) માં Ph.D. નો અભ્યાસ કરી રહ્યા છે, તેમને તાજેતરમાં પ્લેન ક્રેશના કિસ્સામાં DNA ટેસ્ટ દ્વારા મૃતદેહોની ઓળખ કરવામાં ઉત્તમ કામગીરી કરવા બદલ NFSU ના વાઇસ ચાન્સેલર જે. એમ. વ્યાસના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની આ સિદ્ધિ પ્રશંસનીય છે અને ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના યોગદાનને ઉજાગર કરે છે. (જયદેવસિંહ જાડેજા દ્વારા, અકિલા)

(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
