News of Wednesday, 25th June 2025
જામનગર શહેરમાં આજે કોવિડના 3 નવા કેસ નોંધાયા છે, જેમાં પંચવટી સોસાયટીના 80 વર્ષીય સ્ત્રી, પટેલ કોલોનીના 65 વર્ષીય પુરુષ અને મયુર પાર્કના 51 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે, જેના પગલે કુલ કોવિડ કેસનો આંકડો 159 પર પહોંચ્યો છે. રાહતની વાત એ છે કે, આજે 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા કુલ ડિસ્ચાર્જ થયેલા વ્યક્તિઓની સંખ્યા 136 થઈ છે. હાલમાં 21 વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ છે જ્યારે 2 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. આ સાથે મહાનગરપાલિકાએ નાગરિકોને સાવચેતી રાખવા અને માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી રહી છે.

(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
