News of Friday, 27th June 2025
છેલ્લા પાંચ દિવસથી અમરેલી જિલ્લાના લીલીયા ગીર અને આસપાસના વિસ્તારોમાં દીપડાના ત્રાસથી સ્થાનિકો ભયભીત હતા. આ દીપડાએ બે વ્યક્તિઓ પર હુમલો કરીને તેમને ઇજા પહોંચાડી હતી, જેના કારણે લોકોમાં ભારે દહેશત વ્યાપી હતી. જોકે, આજે લીલીયા નજીક આવેલા માતૃકૃપા ફાર્મહાઉસમાંથી આ આદમખોર દીપડો આખરે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરે પુરાઈ ગયો હતો, જેનાથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે. ડેડકડી રેન્જ સ્ટાફના શ્રી જે.એન. વાળા (રેન્જ ફોરેસ્ટ ઓફિસર), એ.જી. મકવાણા, એસ.બી. ખુમાણ, ડી.એચ. ચિકાણી, દિલાભાઈ મોરી (ટ્રેકર), ભરતભાઈ (ટ્રેકર) અને રણજીતભાઈ (ટ્રેકર) ની ટીમે આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી. (સંદીપ બગથરીયા, અકિલા)

(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
