News of Friday, 27th June 2025
આજે રાત્રે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન રાજ્યના ૬ જિલ્લાના કુલ ૧૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આ સમયગાળામાં કચ્છના નખત્રાણામાં સૌથી વધુ ૦.૮૩ ઇંચ, દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં ૦.૧૬ ઈંચ, જ્યારે સુરતના માંગરોળ અને ચોર્યાસી, ગીર સોમનાથના તાલાલા અને વલસાડના કપરાડામાં ૦.૧૨ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના કોડીનાર, દેવભૂમિ દ્વારકાના ભાણવડ, કચ્છના અબડાસા અને સુરતના પલસાણામાં ૦.૦૮ ઇંચ અને આ ઉપરાંત, જૂનાગઢના માણાવદર, માળીયા હાટીના અને વંથલી, સાબરકાંઠાના પ્રાંતિજ, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને જામનગરના લાલપુરમાં હળવા ઝાપટાં પડ્યા હતા.

(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
