<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં, આજે કોવિડ-૧૯ નો એક નવો પોઝીટીવ કેસ નોંધાયો છે. આ કેસ ૨૯ વર્ષીય પુરુષનો છે, જે મધુરમ પાર્ક, વોર્ડ નંબર ૧૪ ના રહેવાસી છે. દર્દીએ રસીના બંને ડોઝ લીધા છે અને તેમની કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી નથી. હાલ તેમની તબિયત સ્થિર છે. તા. ૧૯/૦૫/૨૦૨૫ થી આજરોજ સુધીમાં કુલ ૨૩૨ કોવિડ-૧૯ કેસ નોંધાયા છે, જેમાંથી ૨૧૭ દર્દીઓ સાજા થયા છે અને હાલ ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે.

(5:17 PM IST)