<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

જામનગરમાં કોવિડ મુક્ત ત્રીજો દિવસ : જામનગર શહેર માટે રાહતના સમાચાર છે કે આજે, તા. ૨૯/૦૬/૨૦૨૫ ના રોજ, સતત ત્રીજા દિવસે પણ કોરોનાનો કોઈ નવો કેસ નોંધાયો નથી. જામનગર મહાનગરપાલિકાના આંકડા મુજબ, કુલ ૧૬૧ કોવિડ કેસમાંથી આજે ૧ દર્દીને ડિસ્ચાર્જ કરાતા, અત્યાર સુધીમાં કુલ ૧૫૩ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૮ વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ છે, જ્યારે કોઈ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. (મુકુંદ બદીયાણી, જામનગર)

(5:20 PM IST)