News of Monday, 28th July 2025
કલ્યાણપુરના નંદાણા ગામે પાણીના ખાડામાં ડૂબવાથી એક યુવાનનું કરુણ મૃત્યુ : ફાયર બ્રિગેડે બેને બચાવ્યા : દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે એક દુઃખદ ઘટના બની છે. ગામના પાણી ભરેલા એક ખાડામાં નાહવા પડેલા ત્રણ યુવાનો અચાનક ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ખંભાળિયા ફાયર બ્રિગેડનો સ્ટાફ, જેમાં નિમેષ પ્રજાપતિ, હરજુગ ગઢવી અને જયપાલસિંહ જેવા જવાનોનો સમાવેશ થાય છે, તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે સમયસર કાર્યવાહી કરીને બે યુવાનોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા, પરંતુ અનિલ પ્રતાપસિંહ જાડેજા નામના એક યુવાનનું કમનસીબે પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. (કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા)

(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
