<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

રશિયામાં ૩૦ વાર ભૂકંપના આંચકા અનુભવાયા : કામચાટકા દ્વીપકલ્‍પ, પૂર્વી કિનારા પર કામચાટકા દ્વીપકલ્‍પ નજીક આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. રિક્‍ટર સ્‍કેલ પર ૮.૭ ની તીવ્રતાના ભૂકંપથી જ્‍યારે ધરતી ધ્રુજી ઉઠી ત્‍યારે લોકો પણ ગભરાઈ ગયા. રશિયન એજન્‍સીનું કહેવું છે કે ભૂકંપ પછી કામચાટકામાં ૩૦ થી વધુ આફ્‌ટરશોક્‍સ અનુભવાયા હતા. થોડીવારમાં વિનાશની શકયતાને જોતાં, લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડવા લાગ્‍યા. ભૂકંપ પછી, રશિયાના કુરિલ ટાપુઓ અને જાપાનના મોટા ઉત્તરીય ટાપુ હોક્કાઇડોના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં સુનામી આવી. ઘણા વિસ્‍તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જેના કારણે લોકોની મુશ્‍કેલીઓ વધી ગઈ છે. ભૂકંપના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

(4:13 PM IST)