News of Thursday, 14th August 2025
દાદાગીરી: ટ્રમ્પે રશિયાને યુક્રેન યુદ્ધ રોકવા ખુલ્લી ધમકી આપી: નહીં માનો તો ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી : અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે સીધી ધમકી આપી છે, નહીં તો "ગંભીર પરિણામો" જેવા કે ટેરિફ અને પ્રતિબંધોનો સામનો કરવો પડશે. : આવતીકાલે ૧૫ ઓગસ્ટે રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથેની અલાસ્કા ખાતે મુલાકાત પહેલા કેનેડી સેન્ટર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આ ચીમકી આપેલ. : ટ્રમ્પે જણાવ્યું કે તેઓ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીને સામેલ કરીને બીજી બેઠકનું આયોજન કરવા માગે છે, જો પહેલી મુલાકાત સફળ રહે તો ટૂંક સમયમાં આ બીજી બેઠક યોજાશે.

(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
