<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

પાવાગઢમાં ભયાનક દુર્ઘટના : રોપ-વે તૂટી પડતા ૬ના મોત ૅં પાવાગઢના પ્રસિદ્ધ શકિતપીઠ ખાતે ગુડ્સ રોપવે તૂટતાં ૬ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી છે. મળતી માહિતી મુજબ, શક્તિપીઠ પાવાગઢમાં રોપવે દુર્ઘટના સર્જાઈ છે. માલવાહક રોપવે તૂટી પડતાં તેમાં સવાર કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. ઘટનામાં ૨ લિફટ અોપરેટર, ૨ શ્રમિક અને અન્ય ૨ના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

(5:13 PM IST)