News of Friday, 19th September 2025
રશિયાના કામચાટસ્કીમાં ફરી ૭.૮ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઊભી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઇન્ડોનેશિયાના નાબિરેમાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જ્યારે રશિયાના કામચાટસ્કીમાં જ ૫.૪ની તીવ્રતાનો અન્ય એક આંચકો પણ આવ્યો હતો. આ ઉપરાંત, ફિલિપાઈન્સના સારાન્ગાનીમાં ૫.૨ની તીવ્રતાનો અને ભારતના પોર્ટ બ્લેરમાં ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચીન, આર્જેન્ટિના, ઇન્ડોનેશિયા અને ફિલિપાઈન્સમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૪.૫થી ૫ની તીવ્રતાના પાંચ વધુ ભૂકંપના આંચકા નોંધાયા છે, જેણે પૃથ્વીની આંતરિક હિલચાલમાં વધારો થયો હોવાનું સૂચવ્યું છે. (ન્યૂઝફર્સ્ટ)

(9:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
