News of Thursday, 2nd October 2025
ન્યૂઝફર્સ્ટ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, આ વખતે દિવાળીના તહેવારો પહેલાં અને પછીના સમયગાળામાં ભારતીય રાજકારણમાં મોટા ઉથલપાથલ થવાના સંકેતો મળી રહ્યા છે. દિવાળી પહેલાં બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી અને વિવિધ રાજ્યોના પ્રમુખોની નિમણૂક જેવા નિર્ણાયક રાજકીય ઘટનાક્રમો થશે. જ્યારે દિવાળી બાદ તરત જ બિહાર ચૂંટણી માટેનું મતદાન, કેન્દ્રીય કેબિનેટમાં ફેરફાર, ગુજરાત કેબિનેટમાં વિસ્તરણ, એક રાજ્યમાં મુખ્યમંત્રી બદલવા અને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ને નવા સહયોગીઓ મળવા સાથે રાજ્યપાલોની નવી નિમણૂકો થવાની પ્રબળ શક્યતાઓ છે. આમ, આવનારો સમય દેશના રાજકારણ માટે અત્યંત રોમાંચક અને નિર્ણાયક સાબિત થશે.

(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
