<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

બૅન્ક ઑફ અમેરિકા એ સોનાના ભાવ $૪,૦૦૦ ની નજીક પહોંચતા એક 'ગોલ્ડન વૉર્નિંગ' જાહેર કરી છે કે, સોનુ રેકોર્ડબ્રેક તેજી ગુમાવી શકે છે. સોનું સતત સાત સપ્તાહથી આગળ વધી રહ્યું છે, જે ૧૯૮૩થી ચાલી આવતા ઇતિહાસ મુજબ, ટૂંકા ગાળાના કરેક્શન (ભાવ ઘટાડા) પહેલા જોવા મળેલો ટ્રેન્ડ છે. બૅન્ક ઑફ અમેરિકાનું કહેવું છે કે, સોનાના ભાવ $૫,૦૦૦ ની આગામી સપાટી તરફ આગળ વધે તે પહેલા સંક્ષિપ્ત એકત્રીકરણ (consolidation) અથવા ઘટાડો થવાની સંભાવના છે. (ન્યૂઝફર્સ્ટ)

(7:09 PM IST)