<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

દિવાળીના તહેવાર નિમિત્તે રાજ્યની સરકારી કચેરીઓ સતત સાત દિવસ સુધી બંધ રહેશે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર મુજબ, રાજ્યની તમામ સરકારી કચેરીઓ ૨૦ ઓક્ટોબરથી ૨૬ ઓક્ટોબર સુધી બંધ રહેશે. કર્મચારીઓ દિવાળીના પર્વ નિમિત્તે પોતાના વતન જઈ શકે તે માટે મંગળવાર અને શુક્રવારની રજા આપવામાં આવી છે. આ બે રજાના બદલામાં, ૮ નવેમ્બર અને ૧૩ ડિસેમ્બરના રોજ બીજો શનિવાર હોવા છતાં કચેરીઓ ચાલુ રાખવામાં આવશે. (વિજય વસાણી, ગાંધીનગર)

(7:13 PM IST)