News of Saturday, 11th October 2025
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમે આજે સવારે મોટી કાર્યવાહી કરીને અનિલ અંબાણી ગ્રુપના CFO અશોક પાલની ધરપકડ કરી છે. રિલાયન્સ પાવરના CFO પાલને શુક્રવારે રાત્રે દિલ્હી ઑફિસમાં કથિત નકલી બૅન્ક ગૅરંટી સંબંધિત કેસમાં પૂછપરછ બાદ ઝડપી લેવાયા હતા. તેમને આજે સવારે ૯:૩૦ વાગ્યે જજ સમક્ષ રજૂ કરવામાં આવશે. ED ટૂંક સમયમાં મુથૂટ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટરની પણ પૂછપરછ કરશે અને એક નવા કેસમાં કેટલાક અન્ય કૉર્પોરેટ ગૃહોને પણ સમન્સ પાઠવવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે. (ન્યૂઝફર્સ્ટ)

(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
