<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

ધ્રોલ નજીક આવેલા જોડિયાના બોડકા ગામે સતી માતાજીના મંદિર પાસે ગત રાત્રે આશરે ૧:૦૦ વાગ્યે એક લૂંટની ઘટના સામે આવી છે. તેમના ઘરના ફળિયામાં ખાટલા પર સૂતેલા ૮૦ વર્ષીય વૃદ્ધા જશવંતીબેન જગદીશભાઇ ગડારાને એક સ્ત્રી સહિત ચાર અજાણ્યા શખ્સોએ નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ વૃદ્ધાનું મોં દબાવી હાથ-પગ પકડીને તેમના કાનમાંથી ૧૦ ગ્રામ સોનાની બુટ્ટીઓ (કિંમત ₹૪૦,૦૦૦) અને પાકીટમાં રાખેલા ₹૭,૦૦૦ રોકડા મળીને કુલ ₹૪૭,૦૦૦ની લૂંટ ચલાવી હતી. આ અંગે જોડિયા પોલીસે ચાર અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધીને પી.આઈ. રાજપૂત દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(10:17 AM IST)