<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

દિવાળીના તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે ભારત આ વખતે ભૌતિક ચાંદી (Physical Silver) અને સ્પોટ-ડિલિવરી સિલ્વરની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે. જોકે આ અછત માત્ર ભારતમાં જ સ્થાનિક હોવાનું જણાય છે, કારણ કે વૈશ્વિક બજારોમાં ચાંદીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાના અહેવાલો છે. ભારતીય બજારમાં મર્યાદિત પુરવઠાના કારણે, હાજર (Spot) બજારના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવ કરતાં ૨૦% થી ૨૫% ના ઊંચા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે, જેના કારણે ગ્રાહકો અને જ્વેલર્સની ચિંતા વધી છે. (ન્યૂઝફર્સ્ટ)

(2:11 PM IST)