<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

ગુજરાતમાં મંત્રીમંડળના ફેરફારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મંત્રીઓના રાજીનામા બાદ હવે ૬ થી ૧૧ મંત્રીઓને ફરીથી મંત્રીપદ મળશે કે કેમ, તેના પર સૌની નજર છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે ગાંધીનગર આવી પહોંચ્યા છે અને તેમને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા (જેમણે સહકાર મંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ સરકારી કાર જમા કરાવી દીધી છે) સર્કિટ હાઉસ લઈ ગયા છે. રાત્રે ૮ કે ૯ કલાકે CM હાઉસમાં નડ્ડા, વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વચ્ચે મંત્રીમંડળની અંતિમ રચના અંગે મહત્ત્વપૂર્ણ બેઠક મળશે. બીજી તરફ, GAD દ્વારા ૩૬ + ૩૬ અધિકારીઓને કામચલાઉ સહાયક તરીકે ફાળવવામાં આવ્યા હોવાથી, આવતીકાલે બંધારણની છૂટ મુજબ ૨૪ થી ૨૬ મંત્રીઓની વિશાળ શપથવિધિ યોજાય તેવી સંભાવના છે.

(7:52 PM IST)