તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Thursday, 16th October 2025
ગુજરાતમાં આવતીકાલે યોજાનાર નવા મંત્રીમંડળની શપથવિધિના ધમધમાટ વચ્ચે આજે એક મોટો ટ્વિસ્ટ આવ્યો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ મંત્રીઓનાં રાજીનામાં મેળવ્યા બાદ તે રાજીનામાં રાજ્યપાલને સુપરત કરવા માટે તેમની સાથે મુલાકાત કરવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ આ મુલાકાત રદ થઈ ગઈ છે. હવે મુખ્યમંત્રી આવતીકાલે સીધા જ રાજ્યપાલને મળશે. જોકે, આ મુલાકાત રદ થવા છતાં એ સ્પષ્ટ થયું છે કે ભલે તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા હોય, પણ 5 થી 10 મંત્રીઓનું મંત્રીપદ યથાવત રહેશે અને માત્ર વહીવટી સરળતા ખાતર જ રાજીનામાં લેવાયા છે. આ અણધારી રદબાતલથી ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે અને જુદી-જુદી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
