<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

એઇમ્‍સના દર્દીઓ માટે આખરે આવકારદાયક નિર્ણયકાલે પરાપીપળિયા ખાતે નવા બસ સ્‍ટેશનનું ખાતમુર્હૂત દિવાળીમાં ગોધરા-ઝાલોદ-સોૈરાષ્‍ટ્ર માટે ૫૦ એકસ્‍ટ્રા બસો દોડાવાશે : રાજકોટ એસટી તંત્રે મહત્‍વનો નિર્ણય લીધો છેઃ એઇમ્‍સના દર્દીઓ-પરાપીપળીયા ગામ લોકોને પડતી મુશ્‍કેલીનો અંત આવશેઃ કાલે એઇમ્‍મસની બાજુમાં પરાપીપળીયા ખાતે નવા બસ સ્‍ટેશનનું ખાતમુર્હૂત થશેઃ સવારે ૧૧ વાગ્‍યે આ કાર્યક્રમ યોજાશેઃ લાખોના ખર્ચે બનનારા આ નવા બસ સ્‍ટેશનમાં તમામ સૂવિધા હશેઃ દરમિયાન આગામી દિપાવલી તહેવારને અનુલક્ષી રાજકોટ સહિત ડિવીઝનના ૯ ડેપો પરથી ૫૦ એકસ્‍ટ્રા બસો ગોધરા, ઝાલોદ, દાહોદ તથા સોૈરાષ્‍ટ્ર-કચ્‍છના અન્‍ય સેન્‍ટરો પર દોડાવાશે. 2:50 PM IST

રાજકોટ જીલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટયોઃ ૧૭ પકડાયા : લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરતા મુન્નાભાઇ એમબીબીએસ સામે જીલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એસઓજી અને સ્‍થાનીક પોલીસના દરોડા શાપર-વેરાવળમાં ર, કોટડાસાંગાણીના રાજપરા ગામે ૧, જસદણના આંબરડી, કાળાસર અને લીલાપુર ગામે ૧, ખીરસરા જીઆઇડીસીમાં ૧, પડધરીમાં ૧, ગોંડલના ડૈયા ગામે ૧, જેતપુર પંથકમાં ૫, સોળવદર ગામે ૧, પાટણવાવના કલાણા તથા ભાડેર ગામે બોગસ ડોકટરો ઝડપાયા પકડાયેલ ૧૭ બોગસ ડોકટરોમાં ૩ ડોકટરો ૧૦ પાસ, ૩ ડોકટરો ગ્રજયુએટ અને ૧૧ ડોકટરો ૧ર પાસ છે : અગાઉ મેડીકલ સ્‍ટોર અને ખાનગી હોસ્‍પીટલમા કામ કર્યા બાદ પોતાની કલીનીકો ચાલુ કરી દીધી'તી !3:03 PM IST