News of Saturday, 25th October 2025
પોરબંદરમાં લોકલ ઇન્ટેલિજન્સ બ્યૂરો માં ફરજ બજાવતા વર્ષ ૨૦૧૦ની બેચના PSI બેન્ઝામીન પરમાર વિરુદ્ધ ભાવનગરમાં ગંભીર બળાત્કારનો ગુનો નોંધાતા પોલીસ બેડામાં સનસનાટી ફેલાઈ છે. અગાઉ ભાવનગરમાં પણ ફરજ બજાવી ચૂકેલા આ PSI સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે પરમારે પોતે અપરણિત હોવાની ખોટી જાણકારી આપીને તેમની સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે PSI બેન્ઝામીન પરમારે યુવતી સાથેના અંગત પળોના વીડિયો વાયરલ કર્યા, ત્યારે પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ભાવનગર પોલીસે તત્કાળ પગલાં લઈ પોરબંદરથી PSI બેન્ઝામીન પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. (પરેશ પારેખ દ્વારા, પોરબંદર)

(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
