<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

થાણેમાં પુલ ઉપર હૃદય રોગનો હુમલો આવતા બેકાબુ કારે અનેક વાહનોને ઉડાડ્યા, મોટર ચાલક સહિત ચારના મોત, ૩ ગંભીર : મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથ શહેરમાં ગઈ સાંજે ફ્લાયઓવર પર એક કાર ચાલકને અચાનક હૃદયરોગનો હુમલો આવતા, કાર બેકાબૂ થઈ ગઈ હતી અને સામેથી આવતા અનેક વાહનો સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં કાર ચાલક સહિત ૪ના મોત થયા છે અને ૩ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

(9:37 AM IST)