<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

૧૩મીએ ભારત આવી રહેલા ફુટબોલ સ્‍ટાર મેસીના સ્‍વાગત માટે કલકત્તામાં ૭૦ ફુટ ઊંચું સ્‍ટેચ્‍યુ તૈયાર નવી દિલ્‍હીઃ ડિફેન્‍ડિંગ વર્લ્‍ડ કપ ચેમ્‍પિયન ટીમ આર્જેન્‍ટિનાનો કેપ્‍ટન અને સ્‍ટાર ફુટબોલર લીઅનલ મેસી ૧૩થી ૧૫ ડિસેમ્‍બરે ભારત-ટૂર પર આવી રહ્યો છે. કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્‍હીના સ્‍ટેડિયમમાં તેની ઇવેન્‍ટ માટે અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. કલકત્તા શહેરમાં મેસીનું ૩૦ ફુટ ઊંચું લોખંડનું સ્‍ટેચ્‍યુ પણ તૈયાર કરવામાં આવ્‍યું છે. ૧૩ ડિસેમ્‍બરે મેસીના સ્‍વાગત દરમ્‍યાન એનું ઉદ્ધાટન કરવામાં આવશે. મેસી છેલ્‍લે ૨૦૧૧માં ભારત આવ્‍યો હતો.

(3:02 PM IST)