<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વિશેષ ઓપરેશન હાથ ધરીને ૧૩ વર્ષથી ફરાર બે કુખ્યાત અપરાધીઓ મહંમદ સલમાન અને મહમદ ઉલમાનને ઉત્તર પ્રદેશમાંથી દબોચી લીધા છે. સીબીઆઈ બેકગ્રાઉન્ડ ધરાવતા પોલીસ કમિશનર નરસિંહમા કોમારની લીલી ઝંડી મળ્યા બાદ, જોઇન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા, અને ઇન્ચાર્જ એસીપી ડી. જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીઆઇ આર. જે. જાડેજા અને પીઆઇ એચ. ડી. તુવરના નેતૃત્વમાં પીએસઆઇ વી. બી. ગોહિલની ટીમે આ સફળતા મેળવી છે. પોલીસ કમિશનરના 'ઓપરેશન વોન્ટેડ' હેઠળ ટીમને મળેલી આ વધુ એક સફળતા સાથે વિક્રમો સર્જાઈ રહ્યા છે. હાલમાં બંને આરોપીઓની આકરી પૂછપરછ ચાલુ છે.

(8:55 PM IST)