<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી અને ગાઢ ધુમ્મસ: એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને અસર : પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે મેદાની પ્રદેશોમાં શીતલહેર ફરી વળી છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે. આ પરિસ્થિતિને જોતા એર ઇન્ડિયાએ મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી છે કે ધુમ્મસને કારણે ઉડ્ડયન સેવાઓ ખોરવાઈ શકે છે. મુસાફરોને એરપોર્ટ જતાં પહેલા ફ્લાઇટનું સ્ટેટસ તપાસી લેવા વિનંતી કરવામાં આવી છે.

(9:33 AM IST)