<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

સંખ્‍યાબંધ મુસ્‍લિમ દેશોનું ટ્રમ્‍પને સમર્થન દાવોસઃ શાંતિ પ્રક્રિયાના ભાગરૂપે મધ્‍ય પૂર્વ અને એશિયાના પ્રમુખ મુસ્‍લિમ દેશોએ પણ ટ્રમ્‍પની પહેલને સમર્થન આપ્‍યું છે. સાઉદી અરેબીયા, તુર્કી, ઈજિપ્‍ત, જોર્ડન, ઈન્‍ડોનેશિયા, પાકિસ્‍તાન, કતાર અને યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)ના વિદેશ મંત્રીઓએ એક સંયુક્‍ત નિવેદન બહાર પાડીને ટ્રમ્‍પના ‘બોર્ડ ઓફ પીસ' (શાંતિ મંડળ) માં જોડાવવાના આમંત્રણને આવકાર્યુ છે. આ તમામ દેશો ઔપચારીક રીતે આ બોર્ડમાં જોડાવા માટેની પ્રક્રિયા હાથ ધરશે, જેનો મુખ્‍ય ઉદેશ્‍ય ગાઝા સંઘર્ષનો અંત લાવવા અને પેલેસ્‍ટાઇનના મુદે કાયમી શાંતિ સ્‍થાપવાનો છે.

(3:45 PM IST)