News of Friday, 30th January 2026
અફડાતફડી બાદ આજે ચાંદીમાં વધુ ર૮,૦૦૦ અને સોનામાં પ૦૦૦ રૂા.નો કડાકો બપોરે ર.૩૦ વાગ્યે ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ૩,૬પ,૦૦૦ અને સોનાના ભાવ ઘટીને ૧,૭ર,૦૦૦ રૂા. થયા સોના-ચાંદીના ભાવમાં ગઇકાલે રાત્રે ભારે અફડાતફડી બોલ્યા બાદ આજે ચાંદીમાં વધુ ર૮,૦૦૦ રૂા.નો કડાકો થયો હતોઃ ચાંદી ૧ કિલોના ભાવ ૩,૯૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૩,૬ર,૦૦૦ રૂા. થઇ ગયા છે. તેવી જ રીતે સોનામાં પ૦૦૦ રૂા.નું ગાબડુ પડયું છે. સોનુ ૧૦ ગ્રામના ભાવ ૧,૭૭,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,૭ર,૦૦૦ રૂા. થઇ ગયા છે. અત્રે એ નોંધનીય છે કે, ગઇકાલે સોના-ચાંદીમાં અફડાતફડી થઇ જતા ચાંદી ૧ કિલોના ભાવ ૪,ર૦,૦૦૦ ની ટોચની સપાટી બનાવી ૩,૭૦,૦૦૦ થઇ ગયા હતા અને ફરી ભાવ વધીને ૩,૯૦,૦૦૦ રૂા. થઇ ગયા બાદ આજે વધુ ર૮,૦૦૦ રૂા. તૂટયા છે. તેવી જ રીતે સોનાના ભાવ ૧,૮૭,૦૦૦ રૂા. ની ટોચની સપાટી બનાવી ત્યાર બાદ ઘટીને ૧,૭૭,૦૦૦ થઇ ગયા છે તેમાં આજે પ૦૦૦ રૂા.ઘટીને ૧,૭ર,૦૦૦ રૂા. થઇ ગયા છે.

(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
