News of Wednesday, 11th February 2026
મુંબઈ: અભિનેતા સલમાન ખાનના નજીકના સાથીને ધમકી, કરોડોની ખંડણી મંગાઈ બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના એક અત્યંત નજીકના વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા શખ્સો દ્વારા આ ધમકી આપવામાં આવી છે અને સાથે જ કરોડો રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી છે. મુંબઈ પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને તે વ્યક્તિની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ પહેલા પણ સલમાન ખાન અને તેમના પરિવારને આવી ધમકીઓ મળતી રહી છે, જેના કારણે પોલીસ તપાસ તેજ બની છે.

(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
