<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

અમેરિકા અને ઈઝરાયેલના ઈરાન પર ભીષણ મિસાઈલ હુમલામાં અનેક કેન્દ્રીય મંત્રીઓના નિવાસસ્થાન નિશાન બન્યા: મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનના નેતૃત્વને ખતમ કરવાનો અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત દળોએ ઈરાન વિરુદ્ધ અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો શરૂ કર્યો છે. સત્તાવાર અહેવાલો અનુસાર, તેહરાનમાં ઈરાન સરકારના અનેક કેન્દ્રીય મંત્રીઓના સત્તાવાર નિવાસસ્થાનો પર મિસાઈલમારો કરવામાં આવ્યો છે. પશ્ચિમી મીડિયાના અહેવાલો મુજબ, આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનના નેતૃત્વને નબળું પાડવાનો છે. તેહરાનના આકાશમાં ઓછામાં ઓછા આઠ થી દસ અમેરિકન ફાઈટર જેટ ઉડતા જોવા મળ્યા છે, જેના કારણે સમગ્ર શહેરમાં દહેશતનો માહોલ છે. ઈરાની સુરક્ષા દળોએ આ હુમલા બાદ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ઈરાનના સ્થાનિક મીડિયાએ જણાવ્યું છે કે આ હુમલાનો જવાબ ખૂબ જ ભયાનક અને કચડી નાખનારો હશે. આ સૈન્ય કાર્યવાહીથી સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા છે.

(8:14 PM IST)