News of Saturday, 28th February 2026
ઈરાનના ન્યાયતંત્રના વડા ગુલામ હુસૈન એજેઈની હત્યા: તેહરાન હચમચી ગયું: ઈરાનમાંથી અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, ઈરાનના ન્યાયતંત્રના વડા (હેડ ઓફ જ્યુડિશિયરી) ગુલામ હુસૈન એજેઈની એક ટાર્ગેટેડ હુમલામાં હત્યા કરવામાં આવી છે. એજેઈ ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના અત્યંત નજીકના ગણાતા હતા. આ હુમલો તે સમયે થયો જ્યારે અમેરિકા અને ઈઝરાયેલના વિમાનો તેહરાન પર બોમ્બમારો કરી રહ્યા હતા. જો આ સમાચારની સત્તાવાર પુષ્ટિ થશે, તો તે ઈરાન માટે આ દાયકાનો સૌથી મોટો ફટકો સાબિત થશે. ઈરાન આ હત્યાકાંડ માટે સીધો અમેરિકા અને ઈઝરાયેલને જવાબદાર ગણાવી રહ્યું છે અને વળતો પ્રહાર કરવાની તૈયારી કરી રહ્યું છે.

(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
