હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 28th February 2026
સાયબર વોર: ઈઝરાયેલલી હેકરોએ ઈરાની ન્યૂઝ ચેનલો અને વેબસાઈટો હેક કરી: આ ચેનલો પર ઈરાન વિરોધી સંદેશાઓ અને અમેરિકી સમર્થનમાં જાહેરાતો પ્રસારિત કરવામાં આવી રહી છે: ઈરાનની ડિજિટલ વ્યવસ્થા ખોરવાઈ ગઈ: સૈન્ય હુમલાની સાથે સાથે ઈઝરાયેલે ઈરાન વિરુદ્ધ સાયબર યુદ્ધ પણ છેડ્યું છે. અહેવાલો અનુસાર, ઈઝરાયેલના હેકર્સે ઈરાનની અનેક સત્તાવાર ન્યૂઝ ચેનલો અને સરકારી વેબસાઈટોને હેક કરી દીધી છે. આ ચેનલો પર ઈરાન વિરોધી સંદેશાઓ અને અમેરિકી સમર્થનમાં જાહેરાતો પ્રસારિત કરવામાં આવી રહી છે. ઈરાનમાં માહિતીના પ્રસારને રોકવા માટે આ એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે. ઈરાની આઈટી નિષ્ણાતો આ સાયબર હુમલાને રોકવા મથામણ કરી રહ્યા છે, પરંતુ હાલમાં ઈરાનની ડિજિટલ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
