News of Saturday, 21st March 2026
આંતરરાષ્ટ્રીય ક્રૂડ માર્કેટમાં મોટો ઉલટફેર: આંતરરાષ્ટ્રીય સ્તરે ભડકે બળતા ક્રૂડ ઓઇલના ભાવોને સ્થિર કરવા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની તેલ પરના પ્રતિબંધો હટાવ્યા: કડક આર્થિક પ્રતિબંધો અચાનક હળવા કર્યા: ન્યુઝ ફર્સ્ટ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને વૈશ્વિક તેલ બજારમાં એક અત્યંત ચોંકાવનારો અને મોટો નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભડકે બળતા ક્રૂડ ઓઇલના ભાવોને સ્થિર કરવા માટે અમેરિકાએ ઈરાની તેલ પર લગાવેલા કડક આર્થિક પ્રતિબંધો અચાનક હળવા કર્યા છે. અંગ્રેજી, હિન્દી અને ઉર્દુ ડિજિટલ મીડિયાના અગ્રણી અહેવાલો અનુસાર, અમેરિકાની આ નવી નીતિ અને લીલી ઝંડી બાદ હવે રશિયન અને ઈરાની ક્રૂડ ઓઇલના બેરલ ફરી એકવાર સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે, આ પગલું વિશ્વભરમાં વધતા ફુગાવાને નિયંત્રિત કરવા માટે લેવામાં આવ્યું છે. આ નિર્ણયથી મધ્ય પૂર્વના ભૌગોલિક અને આર્થિક સમીકરણોમાં જંગી બદલાવ આવશે અને તેલની અછતનો સામનો કરી રહેલા દેશોને મોટી રાહત મળશે.*

(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
